Home Bibles 1 રાજઓ 16:1 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 16:1 · ગુજરાતી બાઇબલ

તેના પછી યહોવાએ હનાનીના પુત્ર યેહૂને બાઅશા માંટે સંદેશો આપ્યો, તે સંદેશો આ હતો.

Cross references

1 રાજઓ 15:33

યહૂદાના રાજા આસાના શાસનના ત્રીજા વર્ષ દરમ્યાન અહિયાનો પુત્ર બાઅશા ઇસ્રાએલનો રાજા બન્યો. બાઅશાએ તિર્સાહમાં ચોવીસ વર્ષ રાજ કર્યું,

1 રાજઓ 16:7

હનાનીના પુત્ર યેહૂ પ્રબોધક, યહોવા તરફથી બાઅશા અને તેના કુટુંબ માંટે એક સંદેશો લાવ્યો. એનું કારણ એ કે, બાઅશાએ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કરીને યહોવાનો રોષ વહોરી લીધો હતો; તેણે યરોબઆમના કુટુંબના જેવું આચરણ કર્યું હતું, તેથી યહોવા તેના કુળનો પણ નાશ કરશે.

2 રાજઓ 17:13

ઇસ્રાએલ અને યહૂદાના લોકોને યહોવાએ પ્રબોધકો અને દ્રષ્ટાઓ દ્વારા ચેતવણી આપી. જેઓએ તેમને કહ્યું, “તમારા અનિષ્ટ રસ્તાઓથી પાછા વળો, અને મારા નિયમશાસ્ત્રનું પાલન કરો જે મેં તમારા પિતૃઓને આપ્યો હતો, અને મારા સેવક પ્રબોધકો દ્વારા તમને કહેવડાવ્યો હતો.

2 કાળવ્રત્તાંત 16:7

તે જ સમયે હનાની પ્રબોધક આસા રાજા પાસે ગયો અને તેને કહ્યું, “તમે દેવ યહોવાને બદલે અરામના રાજા ઉપર ભરોસો રાખ્યો છે, તેથી ઇસ્રાએલના રાજાનું લશ્કર તમારા હાથમાંથી છટકી ગયું છે.

2 કાળવ્રત્તાંત 19:2

ત્યારે પ્રબોધક હનાનીનો પુત્ર યેહૂ તેને મળવા ગયો અને બોલ્યો, “તમે દુષ્ટોને મદદ કરી છે અને યહોવાના દુશ્મનો સાથે મૈત્રી બાંધી છે, તેથી યહોવા તમારા ઉપર રોષે ભરાયા છે;

2 કાળવ્રત્તાંત 20:34

યહોશાફાટના શાસનના બાકીના બનાવો શરૂઆતથી તે અંત સુધી હનાનીના પુત્ર યેહૂના વૃત્તાંતમાં નોંધાયેલા છે. આ બનાવોની નોંધ કરી અને તેની નકલ કરીને તેનો ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Interlinear

Choose Theme