Home Bibles 1 રાજઓ 14:27 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 14:27 · ગુજરાતી બાઇબલ

પેલી સોનાની ઢાલોને બદલે રાજા રહાબઆમે કાંસાની ઢાલો કરાવી, ને તે રાજમહેલના પ્રવેશદ્વારનું રક્ષણ કરતા સૈનિકોના સરદારોને સોંપી.

Cross references

1 શમુએલ 8:11

શમુએલે કહ્યું, “તમાંરા ઉપર રાજય કરનાર રાજા આવો વ્યવહાર રાખશે; તે તમાંરા પુત્રોને લઈને તેમની પાસે બળજબરીથી પોતાની રથસેનામાં અને અશ્વસેનામાં સેવા લેશે. અને તેમને પોતાના રથની આગળ આગળ રક્ષક તરીકે દોડાવશે.

1 શમુએલ 22:17

પછી રાજાએ પોતાની પાસે ઊભેલા રક્ષકોને કહ્યું, “આગળ વધો અને યહોવાના યાજકોને માંરી નાખો, કારણ કે તેઓ સર્વ દાઉદ સાથે મળી જઈ કાવતરું કરનારા છે, દાઉદ માંરી પાસેથી ભાગી જતો હતો તે તેઓ જાણતા હતા છતાં એમણે મને જાણ કરી નથી.”પણ રાજાના સેવકો યહોવાના યાજકોના જીવ લેવા હાથ ઉગામવા તૈયાર નહોતા,

2 શમએલ 15:1

ત્યારબાદ આબ્શાલોમે પોતા માંટે રથ તથા ઘોડાઓની તજવીજ કરી. તે રથ ચલાવતો હોય ત્યારે તેની આગળ દોડવા પચાસ માંણસો રાખ્યા હતા.

1 રાજઓ 14:1

યરોબઆમનો પુત્ર અબિયા ગંભીર માંદગીમાં સપડાયો.

1 રાજઓ 14:5

પરંતુ યહોવાએ તેને કહ્યું હતું કે, “યરોબઆમની પત્ની પોતાના માંદા બાળક વિષે તને સવાલ કરવા આવી રહી છે; તેણી આવશે ત્યારે કોઈક બીજુંજ હોવાનો ઢોંગ કરશે. તેણીને આ કહેજે.”

1 રાજઓ 18:46

એલિયામાં યહોવાની શકિતનો સંચાર થયો અને તે ઝભ્ભો ઊંચો ખોસીને આહાબના રથની આગળ આગળ ઠેઠ તે યિઝએલ પહોંચ્યો ત્યાં સુધી દોડતો ગયો.

2 રાજઓ 11:4

સાતમે વષેર્ મુખ્ય યાજક યહોયાદાએ રાજાના અને મહેલના રક્ષણદળને અને તેના નાયકોને બોલાવી મંગાવ્યા. અને તેમને મંદિરમાં પોતાની પાસે બોલાવ્યા. તેણે તેમની સાથે યહોવાના મંદિરમાં કરાર કર્યો. પછી તેણે તે લોકોને રાજકુમારને બતાડ્યો અને તેમની પાસે વચન લેવડાવ્યા.

2 રાજઓ 11:19

પછી રાજાના અને મહેલના રક્ષકદળના નાયકોને તથા દેશના બધા લોકોને સાથે લઈ રાજાને યહોવાના મંદિરમાંથી રક્ષકોને દરવાજે થઈને રાજમહેલમાં પહોંચાડી દીધો. યોઆશે રાજ સિંહાસન પર આસન લીધું.

યર્મિયાનો વિલાપ 4:1

સોનું કેવું ઝાંખું પડ્યું છે, ને કુંદન બદલાઇ ગયું છે. પવિત્રસ્થાનના પથ્થરો શેરીઓને ખૂણે વિખેરાઇને આમતેમ પડ્યા છે.

Interlinear

Choose Theme