Home Bibles 1 રાજઓ 13:9 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 13:9 · ગુજરાતી બાઇબલ

કારણ, મને યહોવાની આજ્ઞા છે કે, ‘તારે કશું ખાવાનું કે પીવાનું નહિ, અને જે રસ્તે જાય તે રસ્તે પાછા ફરવાનું નહિ.”

Cross references

ગણના 16:26

“તમે આ દુષ્ટ માંણસોના તંબુઓથી આધા ખસી જાઓ. એમની કોઈ વસ્તુને અડશો નહિ. નહિ તો તેમનાં બધાં પાપોને કારણે તમે પણ તેમની સાથે નાશ પામશો.”

પુનર્નિયમ 13:13

કે તમાંરા રાષ્ટનાં અમુક દુષ્ટ લોકોએ તેમના શહેરના લોકોને ગેરમાંગેર્ દોરીને તમે કદી પૂજયા ન હોય તેવા પારકા દેવોની પૂજા કરવાનું તેમને કહ્યું છે,

1 શમુએલ 15:22

પરંતુ જવાબ આપ્યો, “યહોવાને અર્પણો વધારે ગમે છે કે તેમની આજ્ઞાનું પાલન ગમે છે? અર્પણો કરતાં તેમની આજ્ઞાનું પાલન બેહતર છે.

1 રાજઓ 13:1

યરોબઆમ વેદી પાસે બલિદાનો ચડાવવા માંટે ઊભો હતો, ત્યારે યહોવાએ એક દેવના માંણસને યહૂદાથી બેથેલ મોકલ્યો.

1 રાજઓ 13:19

તેથી તેઓ બંને પાછા વળ્યા, અને દેવનો માંણસ પેલા વૃદ્વ પ્રબોધકને ઘેર ગયો અને ત્યાં ખાધું પીધું.

1 રાજઓ 13:21

અને તેણે યહૂદાથી આવેલા દેવના માંણસને કહ્યું “આ યહોવાની વાણી છે.” તેં યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ છે અને તેણે કરેલાં હુકમો પાળ્યાં નથી,

અયૂબ 23:12

તેમણે જે આજ્ઞાઓ કરી છે એનું હું પાલન કરું છું. હું મારું ધાર્યુ નહિ, એનું ધાર્યું કરૂં છું.

ગીતશાસ્ત્ર 141:4

મારા હૃદયમાં કંઇ દુષ્ટ વસ્તુ પ્રવેશે નહિ, જેથી દુષ્કમોર્ કરનારની સાથે તેમના દુષ્ટકાર્યોમાં હું જોડાઉં નહિ અને તેઓ જે કરવા ચાહે છે તેમાં હું તેમને સાથ ન આપું.

યોહાન 13:17

જો તમે આ વાતો જાણો અને તેઓને પાળો તો તમે સુખી થશો.

યોહાન 15:9

જે રીતે પિતાએ મને પ્રેમ કર્યો તેમ હું તમને પ્રેમ કરું છું. હવે મારા પ્રેમમાં રહો.

યોહાન 15:14

હું તમને જે કહું તે જો તમે કરો તો તમે મારા મિત્રો છો.

રોમનોને પત્ર 16:17

ભાઈઓ તથા બહેનો, એક બીજા વચ્ચે જે લોકો ફાટફૂટ પડાવે છે એવા લોકોથી સંભાળીને રહેવા હું તમને કહું છું. અન્ય લોકોને વિશ્વાસ ડગાવી દેતા લોકોથી ચેતતા રહેજો. તમે જે સાચો ઉપદેશ શીખ્યા છો તેના તેઓ વિરોધી છે. એવા લોકોથી દૂર રહેજો.

1 કરિંથીઓને 5:11

હું તમને તે જણાવવા લખી રહ્યો છું કે તે વ્યક્તિની સાથે તમારે સંકળાવું નહિ જે પોતાને ખ્રિસ્તમાં ભાઈ કહેવડાવે પરંતુ વ્યભિચારનું પાપ કરે, અથવા સ્વાર્થી હોય, અથવા મૂર્તિની ઉપાસના કરે, અથવા લોકો સાથે ખરાબ વાણી ઉચ્ચારે, અથવા છાકટો હોય, અથવા લોકોને છેતરે. આવી વ્યક્તિ સાથે તો ભોજન પણ કરશો નહિ.

એફેસીઓને પત્ર 5:11

અંધકારમા જીવતા લોકો જેવાં કામો ના કરો. કારણ કે આવા કામોથી કશું જ ઉચ્ચતમ ઉદભવતું નથી. અધારાના નિષ્ફળ કામોના સાથી ન બનો. પરંતુ તેઓને વખોડો.

2 યોહાનનો પત્ર 1:10

જો કોઈ વ્યક્તિ તમારી પાસે આવે છે, પરંતુ આ બોધ લાવતો નથી, તો તમારા ઘરમાં તેનો સ્વીકાર કરો નહિ. તેને આવકારો નહિ.

પ્રકટીકરણ 18:4

પછી મેં બીજો એક અવાજ આકાશમાંથી કહેતા સાંભળ્યો કે:“મારા લોકો, તે શહેરમાથી બહાર આવો, જેથી તમે તેના પાપોના ભાગીદાર ન થાઓ. પછી તમે તેના પર આવનારી વિપત્તિઓને તમારે સહન કરવી પડશે નહિ.

Interlinear

Choose Theme