તેને દફનાવ્યા પછી, તે પ્રબોધકે પોતાના પુત્રોને બોલાવીને કહ્યું, “હું મરી જાઉં ત્યારે મને આ પ્રબોધકની સાથે એક જ કબરમાં દફનાવજો. માંરા અસ્થિ એ દેવના માંણસના અસ્થિ સાથે જ મૂકજો;
Cross references
ઇસ્રાએલની પ્રજા અસંખ્ય છે! ગણ્યા ગણાય નહિ તેટલા છે. માંરું મૃત્યુ સજ્જન જેવું થાઓ. ભલે માંરું જીવન ઇસ્રાએલીઓની જેમ પૂરું થાય.”
અને તેણે પૂછયું, “ત્યાં પેલું સ્મારક શાનું છે?”નગરના લોકોએ કહ્યું, “એ તો જે દેવના માણસ એલિયાએ યહૂદાથી આવીને તમે બેથેલની વેદીના જે હાલ કર્યા તેની અગમ વાણી ભાખી હતી તેની કબર છે.”
પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ. માણસોની સાથે મને મારી નાખશો નહિ.
મેં દુનિયામાં એવું પણ જોયું છે કે દુષ્ટ માણસને દફનાવી પાછા ફરતાં તેનાં મિત્રો તેના ભૂંડા કાર્યોને ભૂલી જાય છે અને જે નગરમાં તેણે પાપ કર્યા હોય ત્યાં જ તેનાં વખાણ કરે છે, એ પણ વ્યર્થતા છે!
“પછીથી લાજરસ મૃત્યુ પામ્યો. દૂતોએ લાજરસને લઈને ઈબ્રાહિમની ગોદમાં મૂક્યો. તે ધનવાન માણસ પણ મૃત્યુ પામ્યો. અને તેને દાટવામાં આવ્યો.