Home Bibles 1 રાજઓ 13:28 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 13:28 · ગુજરાતી બાઇબલ

તે ગયો અને તેણે જોયું કે દેવના માંણસનું શરીર માંર્ગમાં વચ્ચે પડયું હતું અને ગધેડો તથા સિંહ હજી પણ તેની નજીક ઊભા હતા, વળી સિંહે મનુષ્યનું શરીર ખાધું ન હતું અને સિંહે ગધેડા પર હુમલો નહોતો કર્યો.

Cross references

લેવીય 10:2

તેથી યહોવાની આગળથી અગ્નિ ધસી આવ્યો અને તે બંનેને ભસ્મ કરી ગયો. અને તેઓ યહોવા સમક્ષ મૃત્યુ પામ્યા.

લેવીય 10:5

આથી તેઓ ત્યાં ગયા અને મૂસાની આજ્ઞા પ્રમાંણે પોતાના પિતરાઈ ભાઈઓને પહેરેલા અંગરખા સહિત છાવણી બહાર લઈ ગયા.

1 રાજઓ 17:4

ઝરણાનું પાણી પીજે, અને મેં કાગડાઓને આજ્ઞા કરી છે કે તે તને ત્યાં ખવડાવે.”

1 રાજઓ 17:6

કાગડાઓ સવાર-સાંજ તેને રોટલી તથા માંસ લાવી આપતા, અને તે ઝરણામાંથી પાણી પીતો.

અયૂબ 38:11

મે સમુદ્રને કહ્યું, ‘તું અહીં સુધી ગતિ કરજે, અહીંથી આગળ ઉલ્લંઘન કરીશ નહિ. તારા પ્રચંડ મોજા અહીં અટકી જશે.’

ગીતશાસ્ત્ર 148:7

હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો; હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.

ચર્મિયા 5:22

આ હું યહોવા બોલું છું “શું તમે મને જોઇને થથરી નહિ જાઓ? મેં સાગરને રેતીની પાળ બાંધી છે; એ પાળ કાયમી છે; સાગર એને ઓળંગી શકે નહિ, સાગર ગમે તેટલો તોફાને ચડે પણ કઇં કરી શકે નહિ. એનાં મોજાં ગમે તેટલી ગર્જના કરે પણ એને ઓળંગી નહિ શકે.

દારિયેલ 3:22

રાજાએ ગુસ્સામાં ભઠ્ઠીને ખૂબજ તપાવવાનો હુકમ કર્યો હતો. અગ્નિની જવાળાઓ ભઠ્ઠીની બહાર નીકળતી હતી. તેથી તેઓને ભઠ્ઠીમાં નાખનાર સૈનિકો પોતે ભસ્મ થઇ ગયા.

દારિયેલ 3:27

અને પ્રશાસકો, સૂબાઓ, નાયબ સૂબાઓ અને રાજાના દરબારીઓ તેમની આસપાસ ભેગા થઇ ગયા. અને તેમણે જોયું કે, તેમના શરીર ઉપર અગ્નિની કોઇ અસર થઇ નહોતી. તેમના માથાના વાળ પણ બળ્યા નહોતા, તેમના વસ્ત્રોને અગ્નિ અડ્યો જ નહોતો અને તેમના શરીરમાંથી બળ્યાની ગંધ પણ આવતી નહોતી.

દારિયેલ 6:22

મારા દેવે પોતાના દૂતને મોકલ્યો અને તેણે સિંહોના મોં બંધ કરી દીધા એટલે તેઓ મને કશી ઇજા નથી કરી શક્યા. કારણ, દેવની નજરમાં હું નિદોર્ષ ઠર્યો છું. અને હે મહારાજ, આપનો પણ મેં કોઇ ગુનો કર્યો નથી.”

પ્રેરિતોનાં ક્રત્યો 16:26

અચાનક ત્યાં એક મોટો ધરતીકંપ થયો. તે એટલો બધો ભારે હતો કે તેનાથી કારાવાસના પાયા ધ્રુંજી ઊઠ્યા. પછી કારાવાસના બધા દરવાજા ઉઘડી ગયા. બધા કેદીઓ તેમની સાંકળોમાંથી મુક્ત થયા.

હિબ્રૂઓને પત્ર 11:33

આ બધા લોકોને ઘણોજ વિશ્વાસ હતો અને તે વિશ્વાસને કારણે તેમણે રાજ્યોને હરાવ્યા. અને જે કાર્યો ન્યાયયુક્ત હતા તે તેમણે કર્યા અને દેવના વચનોનાં ફળ પ્રાપ્ત કર્યા, વળી તેઓએ વિશ્વાસ સાથે સિંહના જડબા બંધ કરી દીધા.

Interlinear

Choose Theme