Home Bibles ☰ Books 1 રાજઓ 13:11 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 13:11 · ગુજરાતી બાઇબલ

એ વખતે બેથેલમાં એક વૃદ્વ પ્રબોધક રહેતો હતો. તેના પુત્રોએ ઘેર જઈને પ્રબોધકે બેથેલમાં જે કર્યુ હતું તે અને તેણે રાજાને જે કહ્યંુ હતું તે પોતાના પિતાને જણાવ્યું.

Cross references

ગણના 23:4

ત્યાં તેને દેવનો મેળાપ થયો. બલામે યહોવાને કહ્યું, “મેં સાત વેદીઓ તૈયાર કરી છે અને દરેક પર એક બળદ અને એક નર ઘેટાની આહુતિ ચઢાવી છે.”

ગણના 24:2

તેણે જોયું તો ઇસ્રાએલીઓએ કુળસમૂહો પ્રમાંણે છાવણી નાંખી હતી. પછી દેવના આત્માંએ તેનામાં પ્રવેશ કર્યો.

1 શમુએલ 10:11

અને જે લોકો તેને પહેલેથી ઓળખતા હતા તેઓ એ તેને પ્રબોધકની સાથે પ્રબોધ કરતા જોયો. તેઓ એક બીજાને પૂછવા લાગ્યા, “કીશના પુત્રને શું થયું છે? શું શાઉલ પણ પ્રબોધકો માંથી એક છે?”

1 રાજઓ 13:20

જ્યારે તેઓ હજુ ભાણા પર બેઠા હતા ત્યારે વૃદ્ધ પ્રબોધક જે દેવના માંણસને પાછો લઈ આવ્યો હતો તેને યહોવાની વાણી સંભળાઈ.

1 રાજઓ 13:25

થોડા માંણસો જેઓ તે રસ્તેથી પસાર થતા હતાં વચ્ચે પડેલા શબને અને તેની બાજુએ શાંતિથી ઊભેલા ગધેડા તથા સિંહને જોયો. અને નગરમાં જઈને આના વિષે વાત કરી, જ્યાં વૃદ્વ પ્રબોધક રહેતો હતો.

2 રાજઓ 23:18

તેણે કહ્યું, “એ ભલે રહી.” કોઈ એનાં હાડકાં ખસેડશો નહિ.” તેથી તેઓએ તેનાં હાડકાં છોડી દીધાં અને સમરૂનથી આવેલા દેવના માણસનાં હાડકાંને પણ કોઈ અડયું નહિ.

યર્મિયાનો વિલાપ 13:2

“હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના પ્રબોધકોને મારી ચેતવણી સંભળાવ; પ્રબોધકો જેઓ પોતાને મન ફાવે તેમ કહે છે તેમને યહોવા જે કહે છે તે સાંભળવા માટે તું કહેે,

યર્મિયાનો વિલાપ 13:16

“કારણ કે તેઓ જૂઠા પ્રબોધકો છે. શાંતિ નહિ હોવા છતાં યરૂશાલેમમાં શાંતિ થશે એવો દાવો કરે છે.” આમ યહોવા મારા માલિક કહે છે.

માથ્થી 7:22

એ અંતિમ દિવસે ઘણા લોકો મને કહેશે, પ્રભુ અમે તારા માટે નથી બોલ્યા? તો શું અમે તારા નામે પ્રબોધ કર્યો નથી? અને તારા નામે ભૂતોનેકાઢયાં નથી? અને તારા નામે બીજા ઘણા પરાકમો કર્યા નથી?

1 તિમોથીને 3:5

(જો કોઈ માણસને તેના પોતાના જ કુટુંબનો સારો વડીલ બનતાં ન આવડે, તો તે દેવની મંડળીની સંભાળ લઈ શકશે નહિ.)

2 પિતરનો પત્ર 2:16

પરંતુ મૂંગા ગધેડાએ બલામને કહ્યું કે તે ખોટું કરી રહ્યો હતો. અને ગધેડું એક એવું પ્રાણી છે કે જે બોલી શકતું નથી. પરંતુ તે ગધેડાએ મનુષ્યની વાણીમાં કહ્યું અને પ્રબોધકની (બલામની) ઘેલછાને અટકાવી.

Interlinear

Choose Theme