આથી ઇસ્રાએલીઓએ પાપ કર્યુ. લોકો એક મૂર્તિ સામે પૂજા કરવા બેથેલ જતા અને બીજી મૂર્તિ સામે પૂજા કરવા દાન સુધી જતા.
Cross references
તેથી કરીને યરોબઆમે પોતાના આખા વંશને પાપમાં નાખ્યો અને તેમનું ભૂમિમાંથી સંપૂર્ણપણે ભૂંસાઇ જવું નિશ્ચિત કર્યુ.
યહોવા ઇસ્રાએલીઓને છોડી દેશે. કારણ કે યરોબઆમે પોતે પાપ કર્યુ છે અને પોતાની સાથે સર્વ ઇસ્રાએલી લોકોને પણ પાપ કરવા માંટે દોરી ગયો છે, ને પાપ કરાવ્યા છે.”
ઓમ્રીના શાસનના બીજા બનાવો અને તેનાં વિજયો ઇસ્રાએલીઓના રાજાઓના ઇતિહાસ નામક ગ્રંથમાં નોંધેલાં છે.
પણ યેહૂએ યહોવાના આદેશોનું હૃદયપૂર્વક પાલન ન કર્યું. યરોબઆમ ઇસ્રાએલ પાસે જે પાપ કરાવતો હતો તે કરવામાંથી પોતે દૂર રહી શક્યો નહિ.
જયારેે ઇસ્રાએલ દાઉદના ઘરમાંથી છૂટું પડી ગયું ત્યારે ઇસ્રાએલીઓએ નબાટના યરોબઆમને રાજા બનાવ્યો; તેણે ઇસ્રાએલીઓને યહોવા વિરૂદ્ધ પાપ કરવા પ્રેર્યા અને ભયંકર પાપમાં નાખ્યા.
ઇસ્રાએલના પ્રદેશમાં વસતા લોકો કરતાં તેનું જીવન જુદા જ પ્રકારનું હતું. તે તેના પિતૃઓના દેવની આજ્ઞાઓને આધીન રહીને જીવન ગુજારતો હતો.
જ્યાં ઇસ્રાએલે પાપ કર્યું છે, તે બેથેલમાં આવેલી આવેનની મૂર્તિની વેદીનો નાશ થશે. તેમની વેદીઓ ઉપર કાંટા ને ઝાંખરાઁ ઊગી નીકળશે. અને પછી લોકો પર્વતોને અને ડુંગરોને કહેશે કે, “અમારા ઉપર પડો અને અમને ઢાંકી દો.”