Home Bibles 1 રાજઓ 10:5 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 10:5 · ગુજરાતી બાઇબલ

વળી તેના ભાણામાં પીરસાતી વિવિધ વાનગીઓ તેની આસપાસ બેઠેલા દરબારીઓ, તેના સેવકો, તેમનો પોષાક અને તેમના વસ્રો, તેના પાત્રવાહકો અને જુદી જુદી જાતના યજ્ઞો જે યહોવાના મંદિરમાં અર્પણ કર્યા હતા તે જોઈને રાણી સ્તબ્ધ થઈ ગઈ.

Cross references

યહોશુઆ 5:1

જયારે યર્દન નદીના પશ્ચિમ કાંઠાના બધા કનાની રાજાઓએ તથા અમોરી રાજાઓએ સાંભળ્યું કે ઇસ્રાએલીઓ યર્દન નદીને ઓળંગી ગયા ત્યાં સુધી યહોવાએ તેનાં પાણી સૂકવી નાખ્યાં હતાં, ત્યારે તેઓ હિમ્મત હારી ગયા અને ઇસ્રાએલીઓથી ભયભીત થઈ ગયાં.

1 રાજઓ 4:22

રાજમહેલમાં વસનારાં રાજવી કુટુંબીના રોજીંદા ખોરાક માંટે 30 માંપ મેંદો, 60 માંપ લોટ,

2 રાજઓ 16:18

આશ્શૂરના રાજાને પ્રસન્ન કરવા માટે તેણે મંદિરમાંથી પડદાવાળી બેસવાની જગ્યા અને બહારનો દરવાજો પણ દૂર કરી નાખ્યો.

1 કાળવ્રત્તાંત 9:18

આ બધાં લેવી કુલસમૂહના હતા. પૂર્વ દિશાના રાજદ્વારની જવાબદારી તેમના માથે હતી.

1 કાળવ્રત્તાંત 26:16

પશ્ચિમ તરફના દરવાજાની અને પર જતા માર્ગ પર આવેલા શાલ્લેખેથ દરવાજાની જવાબદારી શુપ્પીમ અને હોસાહને સોંપવામાં આવી.પહેરા વારાફરતી બદલતા રહેતા હતા;

2 કાળવ્રત્તાંત 9:4

શેબાની રાણીની થાળીમાં પીરસાતી વાનગીઓ, આસપાસ બેઠેલા દરબારીઓ, તેના સેવકો તથા સુંદર પોષાકોમાં અંગરક્ષકો, વહીવટી અમલદારો તથા યહોવાના મંદિરમાં ધરાવાતા દહનાર્પણો જોઇને આશ્ચર્યચકિત થઇ ગઇ.

2 કાળવ્રત્તાંત 23:13

ત્યાં તેણે રાજાને પ્રવેશદ્વાર આગળ મંચ ઉપર ઊભેલો જોયો. તેની પાસે લશ્કરી અધિકારીઓ અને રણશિંગડાં વગાડનારાઓ ઊભા હતા. દેશનાં દરેક ભાગોમાંથી આવેલા લોકો આનંદ કરીને રણશિંગડાં વગાડતા હતા. ગાયકો વાજિંત્રો સાથે ગીતો ગાઇને દેવની સ્તુતિ કરતાં હતાં. અથાલ્યાએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને તેણે મોટે સાદે બૂમ પાડી, “રાજદ્રોહ, રાજદ્રોહ!”

યર્મિયાનો વિલાપ 44:3

રાજકુમાર અને કેવળ રાજકુમાર જ ત્યાં બેસીને યહોવા સમક્ષ ભોજન લઇ શકે, તેણે ઓસરીને માગેર્ જ અંદર આવવું અને બહાર જવું.”

યર્મિયાનો વિલાપ 46:2

રાજકુમારે બહારના પ્રાંગણમાંથી ઓસરીમાં થઇ અંદરના દરવાજાના થાંભલા આગળ ઊભા રહેવું. અને યાજકે તેના દહનાર્પણો હોમી દેવા અને શાંત્યર્પણો ચઢાવવા ત્યાં દરવાજા આગળના પ્રવેશદ્રારે તેણે જરૂર નીચા નમીને પ્રણામ કરી, તેણે પાછા બહાર ચાલ્યા જવું. દરવાજો સાંજ સુધી બંધ ન કરવો.

Interlinear

Choose Theme