તેથી એક વખત અદોનિયાએ એન-રોગેલના ઝરણાં પાસે આવેલા ઝોહેલેથના ખડક પર ઘેટાં, ગાય અને વાછરડાઓનું બલિદાન કર્યુ. અને તેણે પોતાના સર્વ ભાઈઓને-રાજકુમાંરોને અને જે યહૂદાવાસીઓ રાજાના સેવકો હતા તે બધાને તેણે આમંત્રણ આપ્યું હતું.
Cross references
પછી સરહદ આખોરની ખીણ આગળ થઈને દબીર સુધી જાય છે, પછી ઉત્તર તરફ વળીને ગિલ્ગાલ તરફ વળે છે. ગિલ્ગાલ કોતરની દક્ષિણ બાજુએ અદુમ્મીમના ઘાટની સામે આવેલું છે. અદુમ્મીમ ઘાટની વચ્ચેથી કોતરની દક્ષિણે જઈને પછી એનશેમેશ જળ સ્રોત સુધી ચાલુ રહીને એનરોગેલ આગળ અટકતી હતી.
પૂરાં બે વર્ષ પછી આબ્શાલોમે પોતાના ઘેટાંનું ઊન ઉતરાવતી વખતે રાજાના બધા પુત્રોને એફ્રાઈમ નજીક બઆલ-હાસોર મુકામે આમંત્રણ આપ્યું.
યરૂશાલેમથી 200 માંણસો આબ્શાલોમની સાથે ગયા હતા, પરંતુ તેઓને તેના કાવતરા સંબંધી કાંઈ જ જાણ ન હતી.
યોનાથાન અને અહીમાંઆસ એન-રોગેલ પાસે થોભ્યા હતા, કારણ કે જો તેઓ શહેરમાં દાખલ થાય તો કોઈ જોઈ જાય એક દાસી જે કાંઇ બને તે તેમને જઈને કહેતી હતી અને ત્યારબાદ તેઓ જે કાંઇ બન્યું હોય તે રાજા દાઉદને જણાવતાં હતાં.
દુષ્ટના યજ્ઞાર્પણને યહોવા ધિક્કારે છે; પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.