યાજક સાદોકે એક તેલનું શિંગડુ લીધું અને સુલેમાંનના માંથા પર તેનો રાજા તરીકે અભિષેક કરવા રેડ્યું. તેમણે રણશિંગડું વગાડયું; અને બધા લોકો બોલી ઊઠયા. “રાજા સુલેમાંન ઘણું જીવો.”
Cross references
“શ્રેષ્ઠ ગુણવત્તાવાળી સુગંધીઓ લેવી, 12 પૌંડ ચોખ્ખો બોળ, 6 ૌંડ સુગંધીદાર તજ, 6 પૌંડ સંગધીદાર બરુ
“નિષ્ણાંત સુગંધીઓ બનાવનારાઓ પાસે આ સર્વ પદાર્થોનું મિશ્રણ કરીને અભિષેકનું તેલ તૈયાર કરાવવું.”
“તારે રાજન, કેરબા, શિલારસ, અને શુદ્ધ લોબાન સરખે ભાગે લઈ તે મિશ્રણમાંથી સુગંધી ધૂપ બનાવવો, તેને સરૈયો બનાવે તેવીજ રીતે બનાવવો. એ ધૂપને શુધ્ધ અને પવિત્ર રાખવા તેમાં મીઠુ મેળવવું.
શમુએલે લોકોને કહ્યું, “યહોવાએ પસંદ કરેલા માંણસને તમે જોયો છે? સમગ્ર પ્રજામાં એના જેવો કોઇ નથી.”પછી લોકોએ પોકાર્યું, “રાજા ઘણું જીવો.”
શમુએલે તેલનું શીગડું લઈને તેનો તેના ભાઈઓના દેખતાં અભિષેક કર્યો. પછી યહોવાના આત્માંએ દાઉદમાં સંચાર કર્યો અને તે દિવસથી તેના ભેગો રહ્યો. શમુએલ પછી તેની જગ્યાએ પાછો ગયો.
કારણ, આજે તેણે પોતાના રાજયાભિષેકની ઉજવણી માંટે બળદો, અને ઘણંા પુષ્ટ બકરાઓનાં બલિદાન આપ્યાં છે અને તેની ખાણીપીણીમાં તેણે તમાંરા પુત્રો ઉપરાંત લશ્કરના સેનાપતિ અને યાજક અબ્યાથાર, તેઓ તેની સાથે ખાન-પાન કરે છે અને કહે છે. ‘ઇશ્વર રાજા અદોનિયાને ઘણું જીવાડો!’
ત્યાં યાજક સાદોક અને પ્રબોધક નાથાન તેનો રાજા તરીકે અભિષેક કરશે. તે વખતે તમે રણશિંગડું વગાડી પોકાર કરજો કે, ‘રાજા સુલેમાંન ઘણું જીવો!’
એટલે તેણે જવાબ આપ્યો, “તમે જાણો છો કે રાજગાદી મને મળવી જોઈતી હતી અને સમગ્ર ઇસ્રાએલ હું રાજા થઈશ એવી અપેક્ષા રાખતું હતું; પણ તેને બદલે રાજગાદી મને ટાળીને માંરા ભાઈને મળી છે, તેને યહોવાએ તે આપી.
વાત સાંભળીને તે લોકોેએ પોતાના ઝભ્ભા ઉતારી નાખી તેને ચરણે સીડીના પગથિયા પર પાથરી દીધા, અને રણશિંગડું વગાડી પોકાર કર્યો. “યેહૂ રાજા છે!”
પછી યહોયાદા રાજકુંવર યોઆશને સંતાડયો હતો ત્યાંથી બહાર લઈ આવ્યા. અને તેના માથા પર રાજમુગટ મૂકયો. તેને કરારની નકલ આપી અને રાજા તરીકે તેનો અભિષેક કર્યો. લોકોએ તાળીઓ પાડીને પોકાર કર્યો, “રાજા ઘણું જીવો.”
પછી, તે દિવસે, યહોવા સમક્ષ ખાંધુપીધું, ને તેમણે ખૂબ આનંદ કર્યો. ત્યારબાદ તેમણે દાઉદના પુત્ર સુલેમાનને બીજીવાર રાજા જાહેર કર્યો અને તેનો યહોવાને નામે શાસક તરીકે અને સાદોકને યહોવાના ઉચ્ચ યાજક તરીકે અભિષેક કર્યો.
ત્યારબાદ યહોયાદા રાજકુંવરને લઇ આવ્યો અને તેના માથા ઉપર રાજમુગટ પહેરાવ્યો. પછી તેણે તેના હાથમાં નિયમશાસ્ત્રના ગ્રંથની નકલ આપી તેને રાજા જાહેર કર્યો. ત્યારબાદ, યહોયાદા અને તેના પુત્રો દ્વારા તેનો રાજ્યાભિષેક કરાયા બાદ તેઓએ રાજા ઘણું જીવો ના પોકારો કર્યા.
ત્યાં તેણે રાજાને પ્રવેશદ્વાર આગળ મંચ ઉપર ઊભેલો જોયો. તેની પાસે લશ્કરી અધિકારીઓ અને રણશિંગડાં વગાડનારાઓ ઊભા હતા. દેશનાં દરેક ભાગોમાંથી આવેલા લોકો આનંદ કરીને રણશિંગડાં વગાડતા હતા. ગાયકો વાજિંત્રો સાથે ગીતો ગાઇને દેવની સ્તુતિ કરતાં હતાં. અથાલ્યાએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને તેણે મોટે સાદે બૂમ પાડી, “રાજદ્રોહ, રાજદ્રોહ!”
મારો સેવક દાઉદ મને મળ્યો છે; મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિકત કર્યો છે.