Home Bibles ☰ Books 1 યોહાનનો પત્ર 5:15 · ગુજરાતી બાઇબલ
1 યોહાનનો પત્ર 5:15 · ગુજરાતી બાઇબલ

દરેક વખતે આપણે તેની પાસે માગીએ છીએ ત્યારે દેવ આપણને ધ્યાનથી સાંભળે છે. તેથી આપણે જાણીએ છીએ કે તેની પાસે આપણે જે માગીએ તે વસ્તુઓ તે આપણને આપે છે.

Cross references

નીતિવચનો 15:29

યહોવા પોતાને દુર્જનથી દૂર રાખે છે, પણ તે સજ્જનની પ્રાર્થના સાંભળે છે.

ચર્મિયા 15:12

“શું કોઇ માણસ સળીયા એટલે ઉત્તરના દેશનાં લોખંડ તથા કાંસુ ભેળવીને બનાવેલા સળીયા ભાંગી શકે?

માર્ક 11:24

તેથી હું તમને કહું છું કે પ્રાર્થનામાં જે સર્વ તમે માગો છો, તે અમે પામ્યા છીએ, એવો વિશ્વાસ રાખે, તો તે તમને મળશે.

લૂક 11:9

તેથી હું તમને કહું છું. માગવાનું ચાલુ રાખો, અને દેવ તમને આપશે. શોધવાનું ચાલુ રાખો અને તમે તે મેળવશો. બારણું ખખડાવવાનું ચાલું રાખો, અને બારણું તમારા માટે ઉઘડશે.

1 યોહાનનો પત્ર 5:18

આપણે જાણીએ છીએ કે કોઇ પણ વ્યક્તિ જે દેવનો બાળક બન્યો છે તે પાપ કર્યા કરતો નથી. દેવનો પુત્ર દેવના બાળકને સુરક્ષિત રાખે છે. 47 શેતાન પણ તે વ્યક્તિને ઈજા કરી શકતો નથી.

Interlinear

Choose Theme