જો લોકો જેને દેવો કહે છે તેવી ઘણી વસ્તુઓ પૃથ્વી પર અને આકાશમાં હોય, તો તેનું કોઈ મહત્વ નથી. (અને ઘણી વસ્તુઓ એવી છે કે જેને લોકો “દેવો” અને “પ્રભુ” તરીકે સંબોધન કરે છે.)
Cross references
કારણ કે, તમાંરા દેવ યહોવા દેવાધિદેવ છે, તે મહાન, પરાક્રમી અને ભીષણ છે, તે નિષ્પક્ષ અને ન્યાયી છે, તે કદી લાંચ લેતા નથી.
કોઇ પ્રજાએ કદી દેવોને બદલ્યા છે? ભલેને એ પછી નામના હોય? પરંતુ મારા લોકોએ તો પોતાના ગૌરવશાળી દેવના બદલામાં નકામી મૂર્તિઓને સ્વીકારી છે.
તમે પોતે બનાવેલા આ દેવોને શા માટે વિનંતી કરતા નથી? જો તેઓ કરી શકે તો ભલે આવીને તેઓ તમને મુશ્કેલીઓમાંથી ઉગારે. હે યહૂદિયા, તારે તો જેટલાં નગર છે તેટલાં દેવોની મૂર્તિઓ છે.
હે મારા લોકો, તમારા જેટલાં નગરો છે તેટલા તમારા દેવો છે. અને યરૂશાલેમના વતનીઓએ શહેરમાં જેટલા મહોલ્લા છે તેટલી યજ્ઞવેદીઓ ઘૃણાસ્પદ બઆલદેવ માટે ચણી છે.
દ્રાક્ષારસ પીને તેઓ સોનાચાંદી, કાંસાની અને લોઢાની તથા લાકડામાંથી બનાવેલ મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા.
ઈસુએ ઉત્તર આપ્યો, “તે તમારા કાયદામાં લખેલું છે, ‘હું (દેવ) કહું છું કે તમે દેવો છો.’
ભૂતકાળમાં તમે દેવને જાણતા ન હતા. તમે જે સાચા દેવો નથી તેના ગુલામ હતા.
જે દેવ ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે. તે બધાની વિરુંદ્ધમાં પાપનો માણસ છે અને તે દુષ્ટ માણસ પોતાની જાતને દેવ તરીકે અને લોકો જેની ઉપાસના કરે છે તેની ઉપર તે પોતાની જાતને ઓળખાવે છે. અને તે દુષ્ટ માણસ તો દેવના મંદિરમાં જાય છે અને ત્યાં બેસે છે. અને પછી તે કહે છે કે તે દેવ છે.