Home Bibles ☰ Books 1 કરિંથીઓને 7:11 · ગુજરાતી બાઇબલ
1 કરિંથીઓને 7:11 · ગુજરાતી બાઇબલ

પરંતુ જો પત્ની તેના પતિને છોડે તો તેણે ફરીથી પરણવું નહિ. અથવા તેણે તેના પતિ પાસે પાછા જવું જોઈએ. પતિએ પણ તેની પત્નીને છૂટાછેડા આપવા નહિ.

Cross references

પુનર્નિયમ 22:19

તથા ઇસ્રાએલની એક કન્યાની બદનામી કરવા બદલ તેનો 100 તોલા ચાંદીનો દંડ કરે. અને તેણે તે રકમ કન્યાના પિતાને આપવી. અને તે સ્ત્રી પેલા પુરુષની પત્ની તરીકે ચાલુ રહે. અને તે પુરુષ તે સ્ત્રીને કદી છૂટાછેડા આપી શકે નહિ.

ન્યાયાધીશો 19:2

તે સ્ત્રી ગુસ્સે થઈને પોતાના બાપને ઘેર બેથલેહેમ પાછી ગઈ. તે સ્ત્રી ત્યાં લગભગ ચારેક મહિના માંટે રહી.

યશાયા 50:1

યહોવા પૂછે છે, “શુ મેં તમને મારા લેણદારોને વેચી દીધા છે? તેને લીધે શું તમે અહીં આવ્યા નથી? મેં તમારી માતાને છૂટાછેડા આપીને કાઢી મૂક્યાનું ફારગતીપત્ર ક્યાં છે? ના, તમારા અપરાધોને લીધે જ તમે પોતાને વેંચી દીધા હતા અને તમારું દેવું ચૂકવવાને માટે જ તમારી માતાને પણ કાઢી મૂકવામાં આવીં હતી.

ચર્મિયા 3:1

યહોવા કહે છે, “એક નિયમ છે, કોઇ માણસ પોતાની પત્નીને છૂટાછેડા આપે અને તેણી તેને છોડીને જાય અને બીજા માણસને પરણે, તો પછી પહેલો પતિ તેને પાછો લઇ શકે ખરો? ચોક્કસ નહિ - કારણ એ દેશ પૂરેપૂરા ષ્ટ થયો નથી? હે ઇસ્રાએલી પ્રજા, તેં તો અનેક પ્રેમીઓ સાથે વ્યભિચાર કર્યો છે! અને તે છતાં પણ તું પાછી આવવા માંગે છે?”

માર્ક 10:2

કેટલાક ફરોશીઓ ઈસુ પાસે આવ્યા. તેઓએ ઈસુ કઈક ખોટુ કહે તે માટે પ્રયત્નો કર્યા. તેઓએ ઈસુને પૂછયું, ‘પોતાની પત્નીને છૂટાછેડા આપવા તે માણસ માટે યોગ્ય છે?’

1 કરિંથીઓને 7:10

હવે વિવાહિત લોકોને હું આ આજ્ઞા આપું છું (આ આજ્ઞા મારી નહિ પરંતુ પ્રભુ તરફથી છે.) પત્નીએ તેના પતિને છોડવો જોઈએ નહિ.

Interlinear

Choose Theme