Home Bibles 1 કરિંથીઓને 4:3 · ગુજરાતી બાઇબલ
1 કરિંથીઓને 4:3 · ગુજરાતી બાઇબલ

મારો તમે ન્યાય કરો તેની મને પરવા નથી. અને કોઈ માનવ અદાલત દ્વારા મારો ન્યાય થાય તેની પણ મને પરવા નથી. હું તો મારા પોતાનો પણ ન્યાય કરતો નથી.

Cross references

1 શમુએલ 16:7

પણ યહોવાએ શમુએલને કહ્યું, “એનો દેખાવ અને ઊંચાઈ જોઈને તેને ધ્યાનમાં ન લો, કારણ હું તેનો અસ્વીકાર કરું છુ. યહોવાની દૃષ્ટિ અને માંનવની દૃષ્ટિમાં તફાવત હોય છે. માંણસો બાહ્ય દેખાવ જુએ છે, પરંતુ યહોવા માંણસના અંતર અને ભાવનાઓને જુએ છે.”

યોહાન 7:24

વસ્તુઓ જે રીતે દેખાય છે તેના આધારે ન્યાય કરવાનું બંધ કરો. ન્યાયી બનો અને જે સાચું છે તેનો યથાર્થ ન્યાય કરો.”

1 કરિંથીઓને 2:15

પરંતુ આધ્યાત્મિક મનુષ્ય પ્રત્યેક બાબતોની મૂલવણી કરવા માટે સક્ષમ હોય છે. બીજા લોકો તેને મૂલવી શક્તા નથી. શાસ્ત્રલેખ કહે છે કે:

1 કરિંથીઓને 3:13

પરંતુ પ્રત્યેક વ્યક્તિ જે કામ કરશે તે સ્પષ્ટપણે દેખાશે કારણ કે તે દિવસ તેને પ્રગટ કરશે. તે દિવસઅગ્રિની જવાળાઓ સહિત પ્રગટ થશે અને અગ્રિ પ્રત્યેક વ્યક્તિના કાર્યને પારખશે.

Interlinear

Choose Theme