Home Bibles 1 કરિંથીઓને 4:19 · ગુજરાતી બાઇબલ
1 કરિંથીઓને 4:19 · ગુજરાતી બાઇબલ

પરંતુ હું બહુજ જલ્દી તમારી પાસે આવીશ. હું આવીશ, જો પ્રભુ એમ મારી પાસેથી ઈચ્છતો હશે તો. પછી હું જોઈશ કે આ બડાઈખોરો શું કઈ કરી શકે છે કે માત્ર બોલી જ શકે છે.

Cross references

પ્રેરિતોનાં ક્રત્યો 18:21

પાઉલે તેઓની વિદાય લીધી અને કહ્યું, “જો દેવની ઈચ્છા મને મોકલવાની હશે તો હું તમારી પાસે ફરીથી પાછો આવીશ.” અને તેથી પાઉલે એફેસસથી દૂર વહાણ હંકાર્યુ.

પ્રેરિતોનાં ક્રત્યો 19:21

આ બિના બન્યા પછી, પાઉલે યરૂશાલેમ જવાની યોજના કરી. પાઉલે મકદોનિયા તથા અખાયાના પ્રદેશમાં થઈને પછી યરૂશાલેમ જવાની યોજના કરી. પાઉલે વિચાર્યુ, “મારી યરૂશાલેમની મુલાકાત પછી મારે રોમની મુલાકાત લેવી જોઈએ.”

પ્રેરિતોનાં ક્રત્યો 20:2

મકદોનિયાના માર્ગમાં જુદા જુદા સ્થળોએ તેણે ઈસુના શિષ્યોને દ્રઠ કરવા પાઉલ જ્યાં સુધી ગ્રીસ પહોંચ્યો નહિ ત્યાં સુધી સતત લોકોને પ્રોત્સાહિત કર્યા. પછી તે ગ્રીસ દેશમાં આવ્યો.

રોમનોને પત્ર 15:32

જો દેવની ઈચ્છા હશે તો હું તમારી પાસે સહર્ષ આવીશ અને તમારી સાથે હું વિસામો પામું એવી તમે મારે માટે આગ્રહપૂર્વક દેવની પ્રાર્થના કરીને મને મદદ કરો.

1 કરિંથીઓને 2:6

જે લોકો પરિપકવ છે તેમને અમે જ્ઞાનનો ઉપદેશ શીખવીએ છીએ, પરંતુ જે જ્ઞાન અમે આપીએ છીએ તે આ દુનિયાનું નથી. તે આ દુનિયાના શાસકોનું જ્ઞાન નથી કે જે શાસકો તેમની સત્તા ગુમાવી રહ્યા છે.

1 કરિંથીઓને 4:18

તમારામાંના કેટલાએક બડાઈખોર બની ગયા છો. તમે બડાશ મારો છો, એવું માનીને કે હું તમારી પાસે ફરીથી આવીશ નહિ.

1 કરિંથીઓને 11:34

જો કોઈ વ્યક્તિ અતિશય ભૂખી થઈ જાય, તો તેણે તેના ઘરે જમી લેવું જોઈએ. દેવનો ન્યાય તમારા એક સાથે મળવા પર ન તોળાય તેથી આ કરો. જ્યારે હું આવું ત્યારે બીજી બાબતો અંગે તમારે શું કરવું તે તમને જણાવીશ.

1 કરિંથીઓને 14:5

તમારા બધામાં વિવિધ ભાષા બોલવાની ક્ષમતા હોય તે મને ગમશે. પરંતુ તમારી પ્રબોધ કરવાની ક્ષમતા મને વધુ ગમશે. પ્રબોધક વિવિધ ભાષી કરતાં વધુ મહાન છે. જે વ્યક્તિ વિવિધ ભાષી છે તે પ્રબોધક જેવો જ છે, જો તે બધી ભાષાઓનું અર્થઘટન કરી શકે, કે જેથી તેનું ઉદબોધન મંડળીઓને મદદરુંપ થાય.

1 કરિંથીઓને 16:5

હું મકદોનિયા થઈને જવા માંગુ છું. તેથી મકદોનિયા ગયા પછી હું તમારી પાસે આવી શકીશ.

2 કરિંથીઓને 1:15

મને આ સર્વ વિષે ખાતરી છે. અને તેથી જ પહેલા તમારી મુલાકાત લેવાની મેં યોજના કરી હતી. પછી તમે બે વખત આશીર્વાદીત થઈ શકો.

2 કરિંથીઓને 1:23

હું દેવની સાક્ષીએ તમને સત્ય કહું છું. હું કરિંથ પાછો ન આવ્યો તેનું કારણ એ જ હતું કે મારી ઈચ્છા તમને ઈજા પહોંચાડવાની નહોતી.

2 કરિંથીઓને 2:1

તેથી મેં નિર્ણય લીધો છે કે મારી આગલી મુલાકાત તમને ગમગીન બનાવનાર મુલાકાત નહિ હોય.

2 કરિંથીઓને 10:9

હું એમ નથી ઈચ્છતો કે તમે એમ ધારો કે મારા પત્રો વડે હું તમને ડરાવવા માગું છું.

2 કરિંથીઓને 13:1

હું ફરીથી તમારી પાસે આવીશ આ ત્રીજી વખત હશે. અને યાદ રાખજો, “દરેક ફરિયાદ માટે બે કે ત્રણ વ્યક્તિ હોવી જોઈએ જે કહે કે તેઓ જાણે છે કે ફરિયાદ સાચી છે.”

હિબ્રૂઓને પત્ર 6:3

અને જો દેવની ઈચ્છા હશે તો અમે એ પણ કરીશું.

યાકૂબનો 4:15

તેથી તમારે કહેવું જોઈએે કે, “પ્રભુની ઈચ્છા હશે, તો અમે જીવીશું અને આમ કે તેમ કરીશું.”

Interlinear

Choose Theme