Home Bibles 1 કરિંથીઓને 15:48 · ગુજરાતી બાઇબલ
1 કરિંથીઓને 15:48 · ગુજરાતી બાઇબલ

લોકો પૃથ્વીને આધીન છે તેથી તેઓ પ્રથમ પેલા દુન્યવી માણસ જેવા છે. પરંતુ જે લોકો સ્વર્ગને આધિન છે તે લોકો પેલા સ્વર્ગીય પુરુંષ જેવા છે.

Cross references

ઊત્પત્તિ 5:3

જયારે આદમ 130 વર્ષનો થયો, ત્યારે તે એક બીજા બાળકનો પિતા બન્યો. તે પુત્ર બરાબર આદમ જેવો જ દેખાતો હતો. આદમે તે પુત્રનું નામ શેથ પાડયું.

અયૂબ 14:4

અશુદ્ધ વસ્તુમાંથી શુદ્ધ વસ્તુ બનાવી શકે તો કેવું સારું! પણ એવું બનવું અશક્ય છે.

યોહાન 3:6

વ્યક્તિનો દેહ તેના માતાપિતાના દેહમાંથી જન્મે છે પરંતુ વ્યક્તિનું આત્મિક જીવન આત્મામાંથી જન્મે છે.

રોમનોને પત્ર 5:12

એક માણસના (આદમના) લીધે આ જગતમાં પાપ પેઠું. પાપ દ્વારા મૃત્યુ પણ આવ્યું. આ જ કારણે સૌ લોકોને મરવું જ પડશે-કેમકે સઘળાએ પાપ કર્યું છે.

1 કરિંથીઓને 15:21

કોઈ એક માણસના (આદમ) કૃત્યના કારણે લોકોનાં મૃત્યુ થયાં પરંતુ બીજા એક માણસના (ખ્રિસ્ત) કૃત્યના કારણે લોકો મએલામાંથી ઊઠશે.

ફિલિપ્પીઓને પત્ર 3:20

આપણું પોતાનું સ્થાન આકાશમાં છે અને આપણે આપણા તારનારની આકાશમાંથી આવવા માટે રાહ જોઈએ છીએ. આપણો તારનાર તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે.

Interlinear

Choose Theme