Home Bibles 1 કરિંથીઓને 15:25 · ગુજરાતી બાઇબલ
1 કરિંથીઓને 15:25 · ગુજરાતી બાઇબલ

જ્યાં સુધી દેવ બધાજ દુશ્મનોને ખ્રિસ્તના અંકુશ નીચે ન લાવે ત્યાં સુધી ખ્રિસ્તે શાસન કરવું જોઈએ.

Cross references

ગીતશાસ્ત્ર 2:6

યહોવા કહે છે, “મારા પવિત્ર સિયોન પર્વત પર મેં મારા રાજાને અભિષિકત કર્યો છે.”

ગીતશાસ્ત્ર 45:3

હે પરાક્રમી, તમે તમારી તરવાર કમરે બાંધો; અને ગૌરવથી પ્રતાપ પરિધાન કરો.

ગીતશાસ્ત્ર 110:1

યહોવાએ મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી; હું તારા દુશ્મનોને હરાવું અને તેઓને તારી સમક્ષ નીચા નમાવું, ત્યાં સુધી તું મારી જમણી તરફ બેસ.”

માથ્થી 22:44

‘પ્રભુએ (દેવે) મારા પ્રભુને (ખ્રિસ્ત) કહ્યું કે: જ્યાં સુધી તારા શત્રુંઓ તારા નિયંત્રણ હેઠળ છે; ત્યાં સુધી તું મારી જમણી બાજુ બેસ.’ ગીતશાસ્ત્ર 110:1

માર્ક 12:36

પવિત્ર આત્માની મદદથી, દાઉદ તેની જાતે કહે છે: ‘પ્રભુએ (દેવ) મારા પ્રભુને (ખ્રિસ્તને) કહ્યું: મારી પાસે જમણી બાજુએ બેસ, અને હું તારા દુશ્મનોને તારા અંકુશમાં મૂકીશ.’ ગીતશાસ્ત્ર 110:1

લૂક 20:42

ગીતશાસ્ત્રમાં દાઉદ પોતે કહે છે કે: ‘પ્રભુએ (દેવ) મારા પ્રભુને (ખ્રિસ્ત) કહ્યું કે: તું મારી જમણી બાજુએ બેસ,

પ્રેરિતોનાં ક્રત્યો 2:34

જે એકને આકાશમાં લઈ જવામાં આવેલ છે તે દાઉદ ન હતો. જેને આકાશમાં લઈ જવામાં આવ્યો હતો તે તો ઈસુ હતો. દાઉદે પોતે જ કહ્યું છે:‘પ્રભુએ (દેવ) મારા પ્રભુને કહ્યું:

એફેસીઓને પત્ર 1:22

દેવે બધી જ વસ્તુઓને ખ્રિસ્તના સાર્મથ્ય નીચે મૂકી, અને દેવે સર્વ પર તેને મંડળીના શિર તરીકે (અધિપતિ) નિર્માણ કર્યો.

હિબ્રૂઓને પત્ર 1:13

દેવે પોતાના દૂતને આ કદી નથી કહ્યું કે: “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારા પગ તળે કચડી ના નાખું ત્યાં સુધી તું મારી જમણી બાજુ બિરાજમાન થા.” ગીતશાસ્ત્ર 110:1

હિબ્રૂઓને પત્ર 10:12

પણ આપણાં પાપોને માટે ખ્રિસ્તે એક જ વાર બલિદાન આપ્યું અને ખ્રિસ્ત દેવની જમણી બાજુએ બિરાજ્યો.

Interlinear

Choose Theme