Home Bibles 1 કરિંથીઓને 14:25 · ગુજરાતી બાઇબલ
1 કરિંથીઓને 14:25 · ગુજરાતી બાઇબલ

તે વ્યક્તિના હૃદયની રહસ્યમય વાત પ્રકાશમાં આવશે અને પરિણામે તે વ્યક્તિ નમન કરીને દેવનું ભજન કરશે અને કહેશે કે, “ખરેખર, દેવ તમારી સાથે છે.”તમારી સભા મંડળીને મદદરૂપ થવી જોઈએ

Cross references

ઊત્પત્તિ 44:14

જયારે યહૂદા અને તેના ભાઇઓ, યૂસફને ઘેર પહોંચ્યા ત્યારે હજીપણ તે ત્યાં જ હતો; એટલે તેઓ તેનાં ચરણોમાં પડયા.

પુનર્નિયમ 9:18

પછી પાછો બીજા ચાળીસ દિવસ અને ચાળીસ રાત હું યહોવાની હાજરીમાં જમીન ઉપર ચહેરો નમાંવી કંઇ ખાધા-પીધા વીના રહ્યો. કારણ તમે પાપ કર્યું હતું જે યહોવાની દ્રષ્ટિએ દુષ્ટ હતું અને તેને ખૂબ ગુસ્સે કર્યા હતા.

1 શમુએલ 9:19

શમુએલે જવાબ આપ્યો, “હું જ દૃષ્ટા છું! માંરી આગળ તું ટેકરા પરના મંદિરે પહોંચી જા. આજે તમાંરે માંરી સાથે જમવાનું છે. તારા મનમાં જે પ્રશ્ર્ન છે તેનો ઉત્તર હું તને સવારે આપીશ. અને તને તારે રસ્તે જવા દઈશ.

ગીતશાસ્ત્ર 72:11

સર્વ રાજાઓ તેને નમન કરશે, અને સર્વ રાષ્ટો તેની સેવા કરશે.

યશાયા 45:14

યહોવા ઇસ્રાએલને આ પ્રમાણે કહે છે: “મિસરની સંપતિ અને કૂશના વેપારીઓ તેમજ સબાના કદાવર માણસો તારે શરણે આવશે અને તારા દાસ બનશે. તેઓ આવીને સાંકળે જકડાઇને તારી પાછળ પાછળ ચાલશે.” તેઓ તને પ્રણામ કરીને તારી આગળ અરજ કરશે. અને કહેશે,દેવ તારી સાથે જ છે, એના સિવાય બીજો કોઇ દેવ નથી.”

યશાયા 60:14

જેઓએ તારા પર ત્રાસ કર્યો તેઓના પુત્રો તારી પાસે નમતા આવશે; અને જેઓએ તને તુચ્છ માન્યું તેઓ સર્વ તારા પગનાં તળિયાં સુધી નમશે; અને તેઓ તને ‘યહોવાનું નગર’, ‘ઇસ્રાએલના પવિત્ર દેવનો મહિમાવંત પર્વત એવા નામથી તેઓ સંબોધશે.”‘

ઝખાર્યા 8:23

સૈન્યોનો દેવ યહોવા એમ કહે છે, “તે સમયે જુદા જુદા રાષ્ટોના દશ માણસો એક જ યહૂદીનો ઝભ્ભો પકડશે અને કહેશે, અમને તમારી સાથે આવવા દો, કારણ, ‘અમે સાંભળ્યું છે કે દેવ તમારી સાથે છે!’

લૂક 5:8

જ્યારે સિમોન પિતરે આ જોયું ત્યારે તે ઈસુના ચરણોમાં માથું નમાવીને બોલ્યો, “પ્રભુ! હું તો એક પાપી માણસ છું.

લૂક 8:28

અશુદ્ધ આત્મા તેને વારંવાર વળગતો. તેને કાબુમાં રાખવા માટે તેના હાથ અને પગ સાંકળથી બાંધવામાં આવતા. તે માણસ હંમેશા સાંકળો તોડી નાંખતો. અને તેના અંદર રહેલા ભૂતો નિર્જન જગ્યાએ બહાર જવા તેને દબાણ કરતા.

લૂક 17:16

તે ઈસુના પગમાં પડ્યો. તે માણસે ઈસુનો આભાર માન્યો. (તે માણસ સમરૂની હતો યહૂદિ નહિ.)

પ્રકટીકરણ 5:8

હલવાને ઓળિયું લીધા પછી તે ચાર જીવતાં પ્રાણીઓ અને 24 વડીલો હલવાનની આગળ પગે પડ્યાં. તેમાંના દરેકની પાસે વીણા હતી. તેઓએ ધૂપથી ભરેલા સોનાના પ્યાલા પણ પકડ્યા હતા. આ ધૂપના પ્યાલા દેવના પવિત્ર લોકોની પ્રાર્થનાઓ છે.

પ્રકટીકરણ 19:4

પછી 24 વડીલો અને તે ચાર જીવતા પ્રાણીઓ નીચા નમ્યા. તેઓએ દેવની આરાધના કરી. જે રાજ્યાસન પર બેસે છે. તેઓએ કહ્યું કે:“આમીન, હાલેલુયા!”

Interlinear

Choose Theme