Home Bibles 1 કાળવ્રત્તાંત 6:80 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 6:80 · ગુજરાતી બાઇબલ

ગાદના કુલસમૂહે તેઓને ગિલયાદમાંનું રામોથ તેનાં ગૌચરો સાથે; માહનાઈમ તેનાં ગૌચરો સાથે;

Cross references

ઊત્પત્તિ 32:2

તેમને જોઈને યાકૂબે કહ્યું, “આ તો દેવની છાવણી છે!” આથી તેણે તે જગ્યાનું નામ ‘માંહનાઈમ’ પાડયું.

યહોશુઆ 21:38

ગાદના કુળસમૂહો તરફથી તેમને ગિલયાદમાં આવેલું રામોથ (રામોથ એક સુરક્ષાનું શહેર છે) તેમજ માંહનાઈમ અને તેના ગૌચર ભૂમિ મળ્યાં.

2 શમએલ 17:24

તે પછી દાઉદ ઉતાવળથી માંહનાઈમ ગયો, તે દરમ્યાન આબ્શાલોમે ઇસ્રાએલના સમગ્ર પ્રજાજનો સાથે યર્દન ઓળંગી.

2 શમએલ 17:27

જયારે દાઉદ મહાનાઈમ પહોંચ્યો ત્યારે તે રાબ્બાહના આમ્મોની નાહાશનો પુત્ર શોબીને લો દબારના આમ્મીએલનો પુત્ર માંખીર, તથા રોગલીમનો, ગિલયાદીના બાઝિર્લ્લાયને મળ્યો.

2 શમએલ 19:32

બાઝિર્લ્લાય એંસી વર્ષનો ખૂબ વૃદ્વ માંણસ હતો, ધનવાન માંણસ હતો, અને તેણે રાજાને તથા તેના લશ્કરને રાજાના માંહનાઈમના મુકામ દરમ્યાન ખોરાક અને બીજી જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી હતી.

1 રાજઓ 22:3

ઇસ્રાએલના રાજાએ પોતાના અમલદારોને કહ્યું, “તમે જાણો છો કે અરામના રાજાએ હજી સુધી રામોથ-ગિલયાદને પોતાના કબજા હેઠળ રાખ્યું છે જે આજે પણ આપણાં છે અને આપણે હજી સુધી કશું કર્યા વગર શાંત બેસી રહ્યા છીએ.”

2 રાજઓ 9:1

આ સમયે એલિશાએ યુવાન પ્રબોધકોમાંના એકને બોલાવીને કહ્યું, “તું તૈયાર થા; અને તેલની આ બરણી લઈને રામોથ-ગિલયાદ જા.

1 કાળવ્રત્તાંત 6:73

રામોથ તેનાં ગૌચરો સાથે; અને આનેમ તેનાં ગૌચરો સાથે આપ્યાં.

Interlinear

Choose Theme