Home Bibles 1 કાળવ્રત્તાંત 4:9 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 4:9 · ગુજરાતી બાઇબલ

યાબેસ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો, તેની માતાએ તેનું નામ યાબેસ પાડ્યું કારણકે તેણીએ કહ્યું “તેને જન્મ આપતી વખતે ઘણી પીડા સહન કરવી પડી હતી.”

Cross references

ઊત્પત્તિ 3:16

પછી યહોવા દેવે સ્ત્રીને કહ્યું,“તારે ગર્ભાવસ્થા દરમ્યાન ભારે વેદના વેઠવી પડે એમ હું કરીશ. તું જયારે બાળકને જન્મ આપીશ ત્યારે તને અસહ્ય વેદના થશે. તું તારા પતિને ખૂબ ઈચ્છીશ પણ તે તારા પર રાજ કરશે.”

ઊત્પત્તિ 34:19

દીનાહના ભાઈઓએ જે કાંઈ કહ્યું તે પ્રમાંણે કરવામાં શખેમને આનંદ થયો. કારણ તે યાકૂબની પુત્રીને ખૂબ પ્રેમ કરતો હતો.વળી, તે આખા કુટુંબમાં તેનું સૌથી વધારે માંન હતું.

ઊત્પત્તિ 35:18

પુત્રને જન્મ આપતી વખતે રાહેલનું અવસાન થયું. જીવ જતાં જતાં તેણે તેનું નામ ‘બેનોની’ પાડયું હતું. પરંતુ તેના પિતા યાકૂબે તેનું નામ ‘બિન્યામીન’ પાડયું.

1 શમુએલ 4:21

તેણે તે છોકરાનું નામ ઈખાબોદ પૅંડયું એમ કહેતા, “ઇસ્રાએલીઓનું ગૌરવ જતું રહ્યું છે.” તેણે આ કહ્યું કારણ કે દેવનો પવિત્રકોશ દુશ્મનો લઇ ગયા છે, અને તેના ધણીનું તથા સસરાનું અવસાન થયું છે.

1 કાળવ્રત્તાંત 7:23

પછી તેની પત્ની ગર્ભવતી બની, ને તેણે પુત્રને જન્મ આપ્યો, ને તેણે તેનું નામ બરીઆહ (ભાગ્યહીન) પાડયું, કારણ કે તેના કુટુંબની દુર્દશા થઈ હતી.

નીતિવચનો 23:25

તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર. અને તારી જનેતાનું હૈયુ હરખાય એવું કર.

યશાયા 43:4

મેં તારે માટે થઇને બીજા બધાં લોકોને વિનિયોગ કર્યો છે, કારણ કે મારી ષ્ટિમાં તું મૂલ્યવાન અને સન્માનપાત્ર છે, મેં તારા પર પ્રીતિ કરી છે.”

પ્રેરિતોનાં ક્રત્યો 17:11

આ યહૂદિઓ થેસ્સલોનિકાના યહૂદિઓ કરતાં વધારે સારા લોકો હતા. આ યહૂદિઓ પાઉલ અને સિલાસે જે વાતો કહી તે ધ્યાનથી સાંભળીને ઘણા ખુશ થયા હતા. બરૈયાના આ યહૂદિઓ પ્રતિદિન ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરતા. તેઓ જો આ વસ્તુઓ સાચી હોય તો જાણવા ઈચ્છતા હતા.

Interlinear

Choose Theme