યહોવાએ ઇસ્રાયેલને માટે મૂસાને જે નિયમો અને કાનૂનો જણાવેલાં છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરશે તો જ તું સફળ થશે. બળવાન થજે, મક્કમ રહેજે. હિંમત હારીશ નહિ કે ગભરાઇશ નહિ.
Cross references
તમાંરે બળવાન અને હિંમતવાન થવું, તેઓથી ગભરાવું નહિ, કારણ કે, તમાંરા યહોવા દેવ તમાંરી સાથે છે. તે તમને છોડી દેશે નહિ કે તમને તજી દેશે પણ નહિ.”
ત્યારબાદ મૂસાએ યહોશુઆને બોલાવડાવીને બધા ઇસ્રાએલીઓ સમક્ષ તેને કહ્યું, “બળવાન તથા હિંમતવાન થજે, દૃઢ રહેજે, કારણ, તારે આ લોકોને યહોવાએ એમના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે દેશમાં લઈ જવાના છે. અને તારે એ લોકોને તે દેશની ભૂમિ વહેંચી આપવાની છે,
યહોવા જાતે તારી આગેવાની લેશે, તે તારી સાથે રહેશે, તે તારા પ્રત્યે અવિશ્વાસુ બનશે નહિ; કે તને એકલોે પણ મૂકશે નહિ, માંટે તું જરાય ગભરાઈશ નહિ કે નાહિંમત થઈશ નહિ.”
“યહોશુઆ બળવાન અને હિમ્મતવાન થા. કારણ, તારે આ લોકોને જે દેશ તરફ દોરી જવાના છે જે મેં તેઓના પૂર્વજોની આગળ તેમને આપવા માંટે વચન આપ્યું હતું.
કોઈ પણ જે તમાંરી આજ્ઞાને ન અનુસરે અથવા કોઈ પણ જે તમાંરો વિરોધ કરે, તે કોઈ પણ હોય તોપણ તે માંર્યો જાય; એટલું જકે તું બળવાન અને હિમ્મતવાન થા!”
“જગતના સૌ માંનવીઓને જયાં જવાનું છે ત્યાં હું પણ હવે જાઉં છું. તું બળવાન બનજે અને વીરની જેમ વર્તજે.
તમાંરા દેવ યહોવાએ તમને જેનું પાલન કરવા કહ્યું છે તેનું પૂર્ણ પાલન કરજે. મૂસાના નિયમશાસ્રમાં લખેલી દેવ યહોવાના પ્રત્યેક કાનૂન અને આજ્ઞાને આધીન થજે, જેથી તું જે કામ કરે ને જયાં જાય ત્યાં તેમાં તને સફળતા પ્રાપ્ત થાય.
જો તે મારા આજ્ઞાઓ તથા હુકમો પાલન આજે કરે છે તેમ ઢતાથી કરતો રહેશે તો હું તેની રાજ્યસત્તા કાયમ માટે સ્થાપન કરીશ.”‘
તું એટલું યાદ રાખજે, જે યહોવાએ તને મંદિર બાંધવા માટે પસંદ કર્યો છે; મન મજબૂત રાખી એ કામ પૂરું કરજે.”
વળી દાઉદે પોતાના પુત્ર સુલોમાનને કહ્યું, “બળવાન અને નિર્ભય બન અને કામ શરૂ કર. આવું જંગી કામ જોઇને ગભરાઇ જતો નહિ. કારણકે જ્યાં સુધી યહોવાના મંદિરનું બાંધકામ તું પૂરું કરે ત્યાં સુધી. યહોવા મારા દેવ તારી સાથે રહેશે, અને તને છોડેશે નહિ અને તારો ત્યાગ નહિ કરે.
તેને લીધે સમગ્ર યહૂદિયામાં તે કિલ્લાવાળા નગરો બાંધી શક્યો. તે ભૂમિને યહોવાએ શાંતિ આપી.
બીજે દિવસે તેઓ સવારમાં વહેલા ઊઠયા અને ‘તકોઆના વગડા’ તરફ જવા નીકળી પડ્યા. તેઓ જતા હતા ત્યારે યહોશાફાટે ઊભા થઇને કહ્યું, “યહૂદા-વાસીઓ અને યરૂશાલેમના વતનીઓ, મને ધ્યાનથી સાંભળો: જો તમે તમારા દેવ યહોવા ઉપર વિશ્વાસ રાખશો, તો તમારે કોઇથી ડરવાનું રહેશે નહિ, જો તમે તેમના પ્રબોધકો ઉપર વિશ્વાસ રાખશો, તો તમારો વિજય થશે.”
ઝખાર્યાની હયાતીમાં ઉઝિઝયા દેવને પ્રસન્ન કરવા હંમેશા આતુર હતો. ઝખાર્યાએ લોકોને દેવની સેવા કરવાનો સાચો રસ્તો બતાવ્યો હતો. જ્યારે રાજા દેવના માગેર્ ચાલ્યો; ત્યારે દેવે તેને સફળતા આપી.
તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે, એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે; તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી. તેઓ જે કાઇ કામ કરે છે, તેમાં સફળ થાય છે .
પછી જ્યારે હું તમારી બધી આજ્ઞાઓ અભ્યાસ કરીશ હું ક્યારેય શરમિંદો નહિં થાઉં.
હું, યહોવા આ પ્રમાણે તમને કહું છું; ન્યાયથી અને સદાચારથી વતોર્, જે વ્યકિત તેના જુલ્મીના હાથે લૂંટાઇ ગઇ છે તેને બચાવો; પરદેશીઓ, અનાથો અને વિધવાઓ પ્રત્યે હિંસા આચરો નહિ, આ સ્થાને નિદોર્ષનું લોહી રેડશો નહિ.
ઈસુએ ઉત્તર આપ્યો, “અત્યારે આમ જ થવા દે. દેવને જેની જરૂર છે તે બધું જ કરવું એ આપણા માટે સારું છે.” જેથી યોહાન ઈસુને બાપ્તિસ્મા આપવા કબૂલ થયો.
પછી દેવે શાઉલને દૂર કરીને દાઉદને રાજા બનાવ્યો. દેવે દાઉદ વિષે જે કહ્યું તે આ છે, ‘દાઉદ, એ યશાઇનો દીકરો કે જે તેના વિચારોમાં મારા જેવો છે. હું તેની પાસે જે કરાવવા ઇચ્છું છું તે બધુંજ તે કરશે.’
સાવધાન રહો. વિશ્વાસમાં દઢ રહો. હિંમત રાખો અને વફાદાર રહો. અને શક્તિશાળી બનો.
તમારી મુશ્કેલીઓમાં એકબીજાને મદદરૂપ થાઓ. જ્યારે તમે આમ કરો ત્યારે વાસ્તવમાં ખ્રિસ્તના નિયમને અનુસરો છો.
મારા પત્રને પૂરો કરતાં હું તમને પ્રભુમાં અને તેના સાર્મથ્યના બળમાં શક્તિમાન થવા કહું છું.
તિમોથી, મારા માટે તો તું દીકરા સમાન છે. ખ્રિસ્ત ઈસુમાં આપણને જે કૃપા છે તેમાં બળવાન થા.
જો તમે પવિત્રલેખમાં આપેલા જે રાજમાન્ય નિયમ છે તેને અનુસરશો, એટલે કે, “તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ.”એનું જો તને પુરેપુરું પાલન કરો છો તો તમે ઘણું સારું કરો છો.