Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 19:14 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 19:14 · ગુજરાતી બાઇબલ

જ્યારે યોઆબ અને તેના માણસો અરામીઓ સામે યુદ્ધ કરવા આગળ વધ્યા ત્યારે અરામીઓ ભાગવા લાગ્યા.

Cross references

2 શમએલ 10:13

યોઆબ અને તેના માંણસો જયારે અરામીઓ સામે યુદ્ધ કરવા માંટે આગળ વધ્યા ત્યારે અરામીઓ ભાગવા લાગ્યાં.

1 રાજઓ 20:13

એટલામાં પ્રબોધકોમાંનો એક ઇસ્રાએલના રાજા આહાબની પાસે આવ્યો અને બોલ્યો, “આ યહોવાની વાણી છે; ‘તેં આ મોટી સેના જોઈ? આજે હું તમને તેઓ પર જીત અપાવીશ, અંતમાં તને ખબર પડશે કે, હું યહોવા છું.”‘

1 રાજઓ 20:19

પરંતુ યુવાનો જે ઇસ્રાએલના પ્રાંતના આગેવાનોની સેવા કરતા હતા, તેઓ નગરમાંથી પાછા ફરી ગયાં હતાં. અને સેના તેની પાછળ હતી.

1 રાજઓ 20:28

દેવના એક માંણસે આવીને ઇસ્રાએલના રાજાને કહ્યું, “આ યહોવાનાં વચન છે; ‘અરામીઓ એવું માંને છે કે, યહોવા તો પર્વતોના દેવ છે. કાંઇ ખીણોના દેવ નથી, આથી હું તમને આ મહાન સૈન્ય તમાંરા હાથમાં સુપ્રત કરીશ, જેથી તમને ખાતરી થશે કે હું યહોવા છું.”‘

2 કાળવ્રત્તાંત 13:5

“સાંભળો! યરોબઆમ અને સર્વ ઇસ્રાએલીઓ, શું તમે નથી જાણતા કે ઇસ્રાએલના યહોવા દેવે વચન આપ્યું છે કે, દાઉદના સંતાનો જ ઇસ્રાએલ ઉપર સદાકાળ રાજ કરશે?

ચર્મિયા 46:15

શા માટે તારા બહાદુર યોદ્ધા ભાગી ગયા? તેઓ સામનો ન કરી શક્યા, કારણ કે યહોવાએ તેમને તેમના શત્રુઓની સામે ચત્તાપાટ કરી દીધા હતાં.

Interlinear

Choose Theme