અને તેમના પ્રદેશમાં લશ્કરી થાણાં સ્થાપ્યાં. તેઓ દાઉદના તાબેદાર બની ગયા અને તેને ખંડણી ભરવા લાગ્યાં.આમ દાઉદ જ્યાં જ્યાં ગયો, ત્યાં ત્યાં યહોવાએ તેને વિજય અપાવવામાં મદદ કરી.
Cross references
દાઉદ બધાં જ કામોમાં સફળ થતો હતો કારણ કે યહોવા તેની સાથેે હતા.
તું જ્યાં જ્યાં ગયો, ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું. અને તારી આગળના બધા દુશ્મનોનો મેં નાશ કર્યો છે. હું તને પૃથ્વીના મહાપુરૂષો જેવો વિખ્યાત બનાવીશ.
તેણે મોઆબીઓને પણ હરાવ્યાં, તેઓ તેના તાબેદાર બન્યા અને તેને ખંડણી ભરવા લાગ્યા.
તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો. મને બીજા રાષ્ટોનો રાજા બનાવો. જે લોકોને હું જાણતો પણ નથી તેઓ મારી સેવા કરશે.
તમે જે બધું કરશો તેમા યહોવા તમારી પર નજર રાખશે. તે હમણાંથી તે સર્વકાળ સુધી તમારી દેખરેખ રાખશે.
યુદ્ધના દિવસ માટે ઘોડો તૈયાર કરવામાં આવે છે પરંતુ વિજય તો યહોવાના હાથમાં હોય છે.