સમુદ્ર તથા તેમાં જે છે તે ગર્જના કરે છે, ખેતરો તથા તેઓમાં જે છે, તે સર્વ ઉત્સાહ કરે છે.
Cross references
કારણ, દેવ સિયોનને તારશે અને યહૂદિયાનાં નગરોનું નવનિર્માણ કરશે; તેનાં લોકો તે નગરોમાં વસવાટ કરશે અને તે જન્મભૂમિનો કબજો મેળવશે.
તમે વધુ ગર્જના કરતાં સમુદ્રોથી વધારે શકિતશાળી છો, અને સમુદ્રોનાઁ મોજાઁઓથી વધારે બળવાન. ઉપરવાળો દેવયહોવા,પરમ ઊંચામાં પરાક્રમી છે.
આકાશો આનંદ પામો! હે પૃથ્વી, સુખી થાવ! હે ગર્જના કરતા સમુદ્રની વિશાળતા હર્ષથી પોકારો.
સઘળા સમુદ્રોને ત્યાં સંચરનારા ર્ગજી ઊઠો, આખું જગત અને આ ધરતી પર રહેનારાં ગાજો.
તમે પર્વતો તથા ડુંગરો; ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
ઓ આકાશ, હર્ષના પોકાર કરો, કારણ, આ કાર્ય યહોવાનું છે! આનંદના લલકાર કરો, ઓ પૃથ્વીના ઊંડાણો! આનંદના ગીત ગાઓ, હે પર્વતો, જંગલો અને જંગલના વૃક્ષો! કારણ, યહોવાએ યાકૂબનો ઉદ્ધાર કરીને ઇસ્રાએલ દ્વારા પોતાનો મહિમા પ્રગટ કર્યો છે!