Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 16:24 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 16:24 · ગુજરાતી બાઇબલ

દેશવિદેશમાં લોકો સમક્ષ તેના ગૌરવ અને મહિમાની વાત કરો. એમની અદ્ભૂત પરાક્રમ-ગાથા સંભળાવો.

Cross references

2 રાજઓ 19:19

પણ હવે, ઓ અમારા દેવ યહોવા, અમને તેમના હાથમાંથી ઉગારો અને પૃથ્વીનાં બધાં રાજયોને ખબર પડવા દો કે, તમે જ એક માત્ર દેવ છો.”

1 કાળવ્રત્તાંત 16:9

એના ગુણ-ગાન ગાઓ, અને તેની સ્તુતિગાન કરો. તેના સર્વ અદભૂત કાર્યો વિષે વાતો કરો.

ગીતશાસ્ત્ર 22:27

ભલે દૂર દેશના લોકો યહોવાનું સ્મરણ કરે અને તેમની પાસે પાછા ફરે. ભલે રાષ્ટોના બધા કુટુંબો નીચે નમીને યહોવાની ઉપાસના કરે.

ગીતશાસ્ત્ર 26:7

હું આભારસ્તુતિનાં ગીત ત્યાં ગાઉં છું અને તમારા સર્વ ચમત્કારી કર્મ પ્રગટ કરું છું.

યશાયા 12:2

દેવ મારા ઉદ્ધારક છે; અને હવે મને વિશ્વાસ બેઠો છે અને ડર રહ્યો નથી; મારો આશ્રય યહોવા દેવ જ છે; ને મારા રક્ષણહાર એ જ છે; ને એ જ મારા ઉદ્ધારક બન્યા.

દારિયેલ 4:1

રાજા નબૂખાદનેસ્સારે આ આજ્ઞા દુનિયાના દરેક દેશમાં, દરેક જાતિના અને ભાષાના લોકોને મોકલી:

Interlinear

Choose Theme