Home Bibles 1 કાળવ્રત્તાંત 12:39 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 12:39 · ગુજરાતી બાઇબલ

તેઓએ દાઉદ સાથે ત્રણ દિવસ ઉજાણી માણી કારણકે તેઓ માટે પૂરી તૈયારી કરવામાં આવી હતી.

Cross references

ઊત્પત્તિ 26:30

તેથી ઇસહાકે તેઓને મિજબાની આપી. બધાએ ખાધું ને પીધું.

ઊત્પત્તિ 31:54

પછી યાકૂબે એક પશુનો વધ કરી અને પહાડ પર યજ્ઞના રૂપમાં ભેટ ધરીને પોતાના માંણસોને ભોજન કરવા માંટે બોલાવ્યા. ભોજન કર્યા પછી તેઓએ પહાડ પર રાત વિતાવી.

ઊત્પત્તિ 49:10

યહૂદા પરિવારના (પુરુષ) માંણસો રાજા થશે. તેના પરિવારનો રાજદંડ જ્યાંં સુધી વાસ્તવિક રાજા ન આવે ત્યાં સુધી જશે નહિ. પછી અનેક લોકો તેનું પાલન કરશે અને તેની સેવા કરશે.

2 શમએલ 6:19

અને ત્યારબાદ તેણે બધા લોકોને પ્રસાદ આપ્યો; તેણે પ્રત્યેક ઇસ્રાએલી સ્ત્રી-પુરુષને એક-એક રોટલી, થોડું ખજૂર અને થોડું શેકેલું માંસ તથા સૂકી દ્રાક્ષાની બાટી વહેંચી આપ્યાં. આ બધું પૂરું થયા પછી બધા પોતપોતાને ઘેર ગયા.

2 શમએલ 19:42

યહુદાના લોકોએ ઇસ્રાએલીઓને જવાબ આપ્યો, “આ માંટે તમે અમાંરી પર ગુસ્સે કેમ થાઓ છો? રાજા અમાંરા નજીકના સગા છે. અમે રાજાના ખચેર્ ખાવાનું ખાધું નથી અને રાજાએ અમને કોઈ ભેટસોગાદો આપી નથી?”

1 કાળવ્રત્તાંત 11:10

દાઉદના પરાક્રમી મુખ્ય યોદ્ધાઓ જેમણે તેને ટેકો આપ્યો હતો અને યહોવાએ વચન આપ્યા પ્રમાણે સમગ્ર ઇસ્રાએલનો રાજા થવામાં તેને મદદ કરી હતી. તેમની યાદી આ પ્રમાણે છે;

Interlinear

Choose Theme