રોજ રોજ માણસો દાઉદ પાસે આવતા જ રહ્યા અને એ રીતે તેનું લશ્કર ઘણું મોટું થઇ ગયું.
Cross references
તેમને જોઈને યાકૂબે કહ્યું, “આ તો દેવની છાવણી છે!” આથી તેણે તે જગ્યાનું નામ ‘માંહનાઈમ’ પાડયું.
તેણે પ્રત્યુત્તર આપ્યો, “હું તો એકે નથી,” પણ હું તો યહોવાની સેનાનો સેનાધિપતિ છું. અને એ તમને કહેવા માંટે આવ્યો છું. યહોશુઆએ તેને જમીન પર મોઢું કરીને ભજન કરીને કહ્યું, “માંરા માંલિકની તેના સેવકને શી આજ્ઞા છે?”
માંટે સવારમાં વહેલા તારા માણસો સાથે તારી જગાએ પાછો નીકળી જજે.”
ત્રીજે દિવસે દાઉદ અને તેના માંણસો સિકલાગ પહોંચ્યા. તેમણે જોયું કે અમાંલેકીઓએ સિકલાગ પર હુમલો કર્યો હતો અને નેગેબ પર આક્રમણ કર્યુ હતું. અને તેને બાળી મૂકયું હતું.
તેથી દાઉદ પોતાની બે પત્નીઓ, યિઝએલી અહીનોઆમ અને કામેર્લના નાબાલની વિધવા અબીગાઈલને લઈને હેબ્રોન ગયો.
શાઉલ અને દાઉદના કુળ વચ્ચે લાંબો સમય યુદ્ધ ચાલ્યું. દાઉદ વધુ અને વધુ બળવાન થતો ગયો, જયારે શાઉલનું કુળ નબળામાં નબળું થતું ગયું.
છતાંય સજ્જન પુરૂષો પોતાના માર્ગમાં ટકી રહેશે અને પ્રામાણિક નીતિવાન અધિકાધિક બળવાન થતાં રહેશે.
તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો; તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!