Home Bibles 1 કાળવ્રત્તાંત 10:7 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 10:7 · ગુજરાતી બાઇબલ

ખીણમાં વસતા સર્વ ઇસ્રાએલીઓએ જ્યારે જોયું કે ઇસ્રાએલી સેના ભાગી ગઇ છે અને શાઉલ અને તેના પુત્રો મૃત્યુ પામ્યા છે, ત્યારે તેઓ પોતાનાં ગામો છોડીને ચાલ્યા ગયા. પછી પલિસ્તીઓએ આવીને તેમાં વસવાટ કર્યો.

Cross references

લેવીય 26:31

હું તમાંરા નગરોને વેરાન ખંડેર બનાવી દઈશ. તમાંરાં પવિત્ર સ્થાનોનો વિનાશ કરીશ, અને તમાંરાં સુવાસિત અર્પણોનો અસ્વીકાર કરીશ.

લેવીય 26:36

જે લોકો તમાંરામાંથી બચી જઈને દુશ્મનોના દેશમાં દેશવટો ભોગવી રહ્યા હશે તેમને હું એવા ભયભીત કરીશ કે એક પાંદડુ પડવાનો અવાજ થતાં તેઓ જાણે મોત પાછળ પડયું હોય તેમ ભાગવા માંડશે, ને કોઈ પાછળ પડયું ના હોવા છતાં તેઓ ભોંય પર ઢળી પડશે.

પુનર્નિયમ 28:33

“કોઈ અજ્ઞાત પ્રજા જ તમાંરા દેશ અને તમાંરી મહેનતનાં ફળ ભોગવશે, અને તમાંરે ભાગે તો હંમેશા શોષણ અને પીડા જ રહેશે.

પુનર્નિયમ 28:43

તમાંરી વચ્ચે રહેતા વિદેશીઓની ઉત્તરોત્તર પ્રગતિ થશે. તેઓ ધનવાન બનશે અને તમે ઉત્તરોત્તર પડતી થવાથી ગરીબ બનશો.

ન્યાયાધીશો 6:2

ઈસ્રાએલી પ્રજા કરતાં મિદ્યાનીઓ વધારે શક્તિશાળી હતાં એટલે મિદ્યાનીઓની ક્રૂરતાથી પોતાને બચાવવા માંટે ઈસ્રાએલી પ્રજાને પર્વત પર ટેકરીની ગુફાઓમાં અને અન્ય ગુપ્ત જગ્યાએ ભરાઈ જવું પડયું.

1 શમુએલ 13:6

ઇસ્રાએલી સૈનિકોએ જોયું કે તેઓ ભારે સંકટમાં છે અને તેઓનું લશ્કર ભીંસમાં આવી પડયું છે, ત્યારે તેઓ ગભરાઇ ગયા અને ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, અને કોતરોમાં તેમજ પાણીની ટાંકીઓમાં સંતાઈ જવા લાગ્યા.

1 શમુએલ 31:7

ખીણની પેલી પાર રહેતા ઇસ્રાએલીઓએ જોયું કે ઇસ્રાએલી સેના ભાગી ગઇ હતી અને શાઉલ અને તેના ત્રણ પુત્રો મરી ગયા હતા. તેથી તેઓએ તેમના નગરો છોડ્યા અને ભાગી ગયા. ત્યાર બાદ પલિસ્તીઓ આવ્યા અને ત્યાં રહ્યાં.

Interlinear

Choose Theme