Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 10:3 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 10:3 · ગુજરાતી બાઇબલ

શાઉલની આસપાસ ખૂંખાર યુદ્ધ મચ્યુ હતું, અને કેટલાંક તીરંદાજોએ તેની પાસે પહોંચી જઇ તેને સખત ઘાયલ કર્યો.

Cross references

ઊત્પત્તિ 49:23

તીરંદાજો તેની વિરુધ્ધ લડ્યાં, તેઓએ તેમના તીરો વડે ક્રૂરતાથી તેના પર આક્રમણ કર્યુ.

1 શમુએલ 31:3

અને શાઉલની વિરુદ્ધ ખૂનખાર યુદ્ધ થયું હતું. કેટલાક ધનુર્ધારીઓએ તેની પાસે પહોંચી જઈ તેને સખત ઘાયલ કર્યો.

2 શમએલ 1:4

દાઉદે તેને પૂછયું, “ત્યાં શું થયું? યુદ્ધનું પરિણામ શું આવ્યું તે મને કહે.”તેણે જવાબ આપ્યો, “લશ્કર યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયું છે અને યુદ્ધમાં ઘણા માંણસો માંર્યા ગયા હતા. શાઉલ અને તેનો દીકરો યોનાથાન પણ યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે.”

આમોસ 2:14

અને ઝડપી દોડનારની દોડ નકામી જશે. બળવાનની તાકાત લુપ્ત થઇ જશે. અને જાણીતા નામાંકિત યોદ્ધાઓ પણ પોતાનો જીવ બચાવી શકશે નહિ.

Interlinear

Choose Theme