આથી યહોવાએ તેનો વધ કર્યો અને તેનું રાજ્ય યશાઇના પુત્ર દાઉદને સોંપી દીધું.
Cross references
ઇસ્રાએલીઓના આગેવાનોએ તેમના થેલાઓમાંથી તેઓની રોટલીઓ ચાખી પણ યહોવાની સલાહ લીધી નહિ.
ત્યારે યહોવાએ ઈસ્રાએલીઓને કહ્યું, “મિસરીઓએ, અમોરીઓએ, આમ્મોનીઓએ, પલિસ્તીઓએ
પરંતુ હવે તારી સત્તા ટકશે નહિ. યહોવા પોતાને મનગમતો માંણસ શોધી કાઢશે અને તેને પોતાના લોકો ઉપર રાજય કરવા નીમશે, કારણ તેં તેમની આજ્ઞાનું પાલન કર્યુ નથી.”
શમુએલે તેને કહ્યું, “તેં માંરો ઝભ્ભો ફાડ્યો છે. તે જ રીતે યહોવાએ આજે તારી પાસેથી ઇસ્રાએલનું રાજ્ય ફાડી લીધું છે અને જે તારા કરતાઁ સારી વ્યકિત છે તે તારા મિત્રોમાંથી એકને આપી દીધું છે.
યહોવાએ શમુએલને કહ્યું, “શાઉલને માંટે તું કયાં સુધી શોક કર્યા કરીશ? મેં એને રાજા પદેથી ઉઠાડી મૂકયો છે. તારા શિંગડામાં તેલ ભરી લે અને જા. હું તને બેથલેહેમના યશાઇ પાસે મોકલું છું. કારણ કે, મેં તેના પુત્રોમાંથી એકને રાજા તરીકે પસંદ કર્યો છે.”
પછી શમુએલે યશાઇને પૂછયુ, “શું તારે આ સાત પુત્રો જ છે?” યશાઇએ ઉત્તર આપ્યો, “હજી સૌથી નાનો બાકી છે, પણ તે ઘેટાં અને પ્રાણીઓ ચરાવવા ગયો છે.”તેથી શમુએલે યશાઇને કહ્યું, “તેને બોલાવવા માંટે મોકલો, અને તેને લાવો, તે ન આવે ત્યાં સુધી આપણે ભોજન નહિ કરીએ.”
તેણે યહોવાને પ્રશ્ર્ન કર્યો, પણ દેવે તેને જવાબ ન આપ્યો, ન સ્વપ્ન દ્વારા, ન પાસા દ્વારા કે ન પ્રબોધક દ્વારા.
એ જે કરવાના છે તે કહેવા દેવે માંરો ઉપયોગ કર્યો છે. અને હમણા તેઓ આ કરી રહ્યાં છે. હમણા તેઓ રાજ્યને તારા હાથેથી અલગ કરીને તારા મિત્ર દાઉદને આપી રહ્યાં છે.
યહોવાએ પ્રતિજ્ઞા લઈને દાઉદના હક્કમાં જે કરવા વચન આપ્યું છે તે જો હું પૂર્ણ ન કરું તો દેવ મને ભારે શિક્ષા કરો.
તેથી ઇસ્રાએલના આગેવાનોએ દાઉદ સાથે હેબ્રોનમાં યહોવાની સમક્ષ કરાર કર્યો, અને દાઉદ ઇસ્રાએલીઓના રાજા તરીકે અભિષિકત થયો.
બોઆઝ ઓબેદનો પિતા હતો અને ઓબેદ યશાઈનો પિતા હતો.
યહોવાએ વચન આપ્યા પ્રમાણે શાઉલને બદલે દાઉદને રાજા બનાવવા માટે જે યોદ્ધાઓ હેબ્રોન ખાતે આવી મળ્યા તેમની સંખ્યા નીચે મુજબ છે;
તેના રાજ્યના 39 મા વષેર્ તેને પગનો રોગ પડ્યો. અને તે વધતો જ ગયો. તેણે યહોવાને શરણે જવાને બદલે વૈદોની સલાહ લીધી.
જે કોઇ ભલાઇનો બદલો ભૂંડાઇથી વાળે છે, તેના ઘરમાંથી ભૂંડાઇ દૂર થશે નહિ.
“તેનો પોતાનો વિચાર તો જુદો જ છે, તેના મનમાં જુદી જ યોજના છે. વિનાશ કરવાનો જ તેનો વિચાર છે, અનેક પ્રજાઓનો સંહાર કરવાનો તેનો નિર્ધાર છે.
શું કુહાડી તેના વાપરનાર આગળ બડાશ હાંકશે? શું કરવત તેના ખેંચનાર આગળ શેખી મારશે? એ તો લાઠી તેના ઘૂમાવનારને ઘૂમાવે અથવા છડી જે લાકડું નથી એવા માણસને ઉપાડે એના જેવી વાત છે!
“હે મનુષ્યના પુત્ર, આ માણસોએ પોતાનાં હૃદયમાં મૂર્તિઓની સ્થાપના કરી છે, અને જાણી જોઇને પોતાના પતનનો માર્ગ ખુલ્લો કર્યો છે. એવા માણસોના પ્રશ્ર્નનો હું શું જવાબ આપીશ?